સૌપ્રથમ વાર ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ

ચેન્નઈ :અપોલો હોસ્પિટલ્સ ગ્રુપે ભારતમાં કોરોના રોગચાળા દરમિયાન સૌપ્રથમ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. એ દર્દી 39 વર્ષની વય ધરાવતા હતા. જ્યારે દેશમાં રોગચાળાને કારણે લોકડાઉન લાગુ હતું, ત્યારે તેમના ફેફસાંની સ્થિતિ બહુ બગડી હતી અને પછી તેમનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તેમને ECMO (એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજેનેશન) પર રાખવામાં આવ્યાં હતાં, જેથી જ્યાં સુધી કોઈ દાતા પાસેથી ફેફસાં ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી તેમનું હૃદય અને ફેફસાંને સપોર્ટ મળે. ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અપોલો હોસ્પિટલ્સ, ચેન્નાઈમાં 29 જુલાઈ, 2020એ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને મજબૂત રિકવરી પછી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. એ દર્દીને 27 ઓગસ્ટ, 2020એ રજા આપવામાં આવી હતી.

ધ અપોલો હોસ્પિટલ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ

વર્ષ 1994માં ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ ધ હ્યુમન ઓર્ગન્સ એક્ટ પસાર થયા પછી ટૂંક સમયમાં અપોલોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. વર્ષ 1995માં નાતાલની પૂર્વસંધ્યાએ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને એને સારી સફળતા હતી, જેમાં દર્દી ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી લાંબું જીવનાર દર્દી હતા. તેઓ 15 વર્ષ ઉચ્ચ ગુણત્તાયુક્ત જીવન જીવ્યા હતા.

હાલ દર્દીનું જીવન બચવાનો દર આંતરરાષ્ટ્રીય દરને સમકક્ષ છે, જે 83 ટકા લોંગ-ટર્મ સર્વાઇવલ અને 75થી 80 ટકા લોંગ ટર્મ સર્વાઇવલ રેટ છે. ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દી 10 વર્ષથી વધારે જીવન જીવે છે અને અત્યારે સારું જીવન જીવી રહ્યા છે.

ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઉત્કૃષ્ટ સફળતા

અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના ચેરમેન ડો. પ્રતાપ સી રેડ્ડીએ જણાવ્યું હતું કે અમારો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ વર્ષ 1995થી શરૂ થયો છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન આ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઉત્કૃષ્ટ સફળતા છે તથા લેટેસ્ટ મેડિકલ પ્રગતિ અને ટેકનોલોજીનો સ્વીકાર કરવાના અમારા અવિરત પ્રયાસને કારણે એ શક્ય બની છે, જે હેલ્થકેર ક્ષેત્રમાં અમારી લીડરશિપ પોઝિશનને મજબૂત કરે છે.