બાળકોને રેમડેસિવીર આપવી નહીં: નવી ગાઈડલાઈન્સ

નવી દિલ્હીઃ બાળકોને પણ કોરોનાવાઈરસ બીમારી લાગુ પડતી હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને કહ્યું છે કે કોરોનાના લક્ષણ  બાળકોને રેમડેસિવીર દવાનું ઈન્જેક્શન ન આપવા નહીં. તે ઉપરાંત મામુલી લક્ષણ ધરાવતા બાળકોને સ્ટેરોઈડ આપવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે ચેપના હળવા લક્ષણવાળા બાળદર્દીઓ માટે સ્ટેરોઈડ હાનિકારક બની શકે. બાળકોમાં સ્ટેરોઈડનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. સાથોસાથ, કોરોનાના એસિમ્પ્ટોમેટિક બાળકોને દવા આપવી નહીં. મામુલી લક્ષણ ધરાવતા બાળકોને પેરાસિટામોલ આપવી. ગળામાં ખરાશ હોય, કફ થયો હોય, ઉધરસ આવતી હોય તો મોટા બાળકોને કોગળા કરાવવા. મધ્યમ લક્ષણવાળા બાળકો પર ઓક્સિજન થેરપી ચાલુ કરવી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અંતર્ગત કામ કરતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ તરફથી નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે અને એમાં દર્શાવાયું છે કે બાળકોને કોરોનાનો ચેપ લાગે તો એમની સારવાર કેવી રીતે કરવી જોઈએ. ખાસ જણાવાયું છે કે કોરોના સંક્રમિત બાળકોનું CT સ્કેન અત્યંત જરૂરી હોય તો જ કરવું. બાળકોની શારીરિક ક્ષમતા ચેક કરવા માટે 6-મિનિટની વૉક-ટેસ્ટ કરવી. માતા-પિતા/વાલીએ 12-વર્ષથી ઉપરની વયના બાળકોનો વૉક-ટેસ્ટ કરે. બાળકે આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને છ મિનિટ સુધી ચાલવું. છ મિનિટ પછી ઓક્સિજન સેચ્યુરેશન લેવલ અને પલ્સ રેટ માપવા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]