સરકારે 16 યૂટ્યૂબ ન્યૂઝ ચેનલોને બ્લોક કરી

નવી દિલ્હીઃ ભારતની રાષ્ટ્રીય સલામતી અને વિદેશ સંબંધો અંગે ગેરમાહિતી ફેલાવવા બદલ 16 યૂટ્યૂબ ન્યૂઝ ચેનલોને કેન્દ્ર સરકારે બ્લોક કરી દીધી છે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખોટી અને ચકાસણી કર્યા વગરની માહિતી ફેલાવવા બદલ આ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અટકાવી દીધું છે. આમાંની 10 ચેનલ ભારતની છે જ્યારે છ પાકિસ્તાનસ્થિત. આ ચેનલોની વ્યૂઅરશિપ 68 કરોડથી વધારે હતી.