બ્રહ્મપુત્રામાં સેનાને આવ-જા માટે ટનલ બાંધવા કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ ભારતે અરુણાચલ પ્રદેશમાં સૈન્ય વાહનોના નિર્વિઘ્ને આવ-જા માટે બ્રહ્માપુત્રા નદીની નીચે એક ટનલ (સુરંગ) બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ટનલ આસામમાં તેજપુરની પાસે બ્રહ્મપુત્રામાં સ્થિત હશે, જે નદીના ઉત્તર અને દક્ષિણ કિનારાઓને જોડશે. આ ટનલ 15.6 કિલોમીટર લાંબી હશે અને ડિસેમ્બરથી ત્રણ તબક્કામાં બાંધવામાં આવશે, એમ નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિ. (NHIDCL)એ જણાવ્યું હતું. આ ટનલમાં વાહનોની આવ-જા પર નજર રાખવા માટે સુરંગમાં ઇલેક્ટ્રિક સબસ્ટેશન, સેન્સર્સ અને સીસીટીવી હશે.આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 12,800 કરોડથી વધુનો હશે.

આ પ્રોજેક્ટમાં ટનલ અરુણાચલ પ્રદેશના ફૂટહિલ ક્ષેત્રથી શરૂ થશે અને આસામમાં બ્હ્મપુત્રા નદીને પાર NH-52 (નદીની ઉત્તરે) પર ગોહપુર અને NH-37 (નદીના દક્ષિણે) નુમાલીગઢની વચ્ચે જોડાણને વિકસિત કરે છે. આ પ્રોજેક્ટ આસામમાં અને ઇટાનગર-ગોહપુર-નુમાલીગઢને સાંકળવા માટે એક મુખ્ય માર્ગના રૂપમાં કામ કરવાની અપેક્ષા છે. આ રોડ બ્રહ્મપુત્રા નદીના ઉત્તર અને દક્ષિણ બાજુએ કનેક્ટિવિટી વધારશે.

આ વ્યૂહાત્મક ટનલ બંને બાજુની આવ-જા માટે બે અલગ-અલગ મોટી ટ્યૂબ્સ અથવા કેપ્સ્યુલ્સ હશે. આ ટનલ બ્રહ્મપુત્રા નદીમાં નીચે 22 મીટરના અંતરે ટનલમાં ચાર લેનમાં હશે, જે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) અથવા ચીનની સાથે બોર્ડરે  સૈનિકો કે યુદ્ધના સાધનસંરજામને જલદીથી મોકલી શકાશે.

આ ટનલના બાંધકામથી ભારને વ્યૂહાત્મક લાભ થવાની અપેક્ષા છે, કેમ કે એ આસામ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે વર્ષભર ચાલતી કનેક્ટિવિટી કરશે.

આ ટનલ કામ પૂરું થશે તો એ ચીનના જિઆંગસુ પ્રાંતમાં આવેલા તાઇહુ સરોવરની તાઇહુ ટનલ કરતાં પણ લાંબી હશે.