નવી દિલ્હીઃ કોઈ પણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવતાં પહેલાં જે તે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. કેન્દ્રીય એજન્સી રાજ્ય સરકારની મંજૂરી વગર તપાસ કરી ન શકે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરીને પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ જોગવાઈઓ બંધારણના સંઘીય ચરિત્રને સુસંગત છે, જે એની મૂળભૂત રચનાઓમાંની એક હોવાનું માનવામાં આવે છે, એમ જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું.
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટની કલમ પાંચ અને છ હેઠળ જે વિશેષ સત્તા અને અધિકાર ક્ષેત્ર માટે સીબીઆઇએ કોઈ પણ કેસની તપાસ પહેલાં સંબંધિત રાજ્ય સરકારથી મંજૂરી લેવી જરૂરી છે. જોકે DSPE એક્ટની કલમ પાંચ કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર સીબીઆઇની સત્તા અને અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે સક્ષમ બનાવે છે, પણ જ્યાં સુધી DSPE એક્ટની કલમ 6 હેઠળ રાજ્ય સંબંધિત ક્ષેત્રની અંદર આ પ્રકારે વિસ્તાર માટે મંજૂરી નથી આપતું, ત્યાં સુધી એ સ્વીકાર્ય નથી.જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ગવઈની ખંડપીઠે આ ચુકાદો ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યની સામે સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસ સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટએ આ ચુકાદો કેટલાક આરોપીઓએ, ખાનગી અને સરકારી સેવકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સામે આવ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામેની સીબીઆઇની તપાસને માન્યતાને પડકારતી હતી કે રાજ્ય સરકારની તપાસ માટે પૂર્વ સંમતિ લેવામાં નથી આવી. આ અપીલમાં ફર્ટિકો માર્કેટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. અને અન્ય લોકો સામે અલાહાબાદ હાઈકોર્ટે ઓગસ્ટ, 2019માં આપેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટનું અવલોકનને મહત્ત્વ એટલા માટે વધારે મહત્ત્વનું છે, કારણ કે તાજેતરમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢની સરકારોએ સીબીઆઇ તપાસની સામાન્ય સંમતિ પાછી ખેંચી હતી.