કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણઃ 24 પ્રધાનોએ શપથ લીધા

બેંગલુરુઃ કર્ણાટકમાં સરકાર બન્યાના એક સપ્તાહ પછી કોંગ્રેસે ગઈ કાલે 24 વિધાનસભ્યોની યાદી જારી કરી છે, જેમને શનિવારે મંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ કર્ણાટકમાં શનિવારે બપોરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. કર્ણાટક સરકારમાં 34 મંત્રી હોઈ શકે છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય પ્રધાન સહિત 10 મંત્રીઓને 20 મેએ શપથ લેવડાવવામાં આવ્યા હતા, જ્યારે 24 વિધાનસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.

દિલ્હીથી પરત ફર્યા પછી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે રાતે રાજ્યપાલની ઓફિસમાં નવા મંત્રીઓની યાદી મોકલી હતી.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે મંત્રીઓની પસંદગી વખતે સામાજિક ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખતાં બધી જાતિઓ અને ક્ષેત્રોને સમાન પ્રતિનિધિત્વ આપવાના માપદંડોનું પાલન કર્યું છે.

મંત્રીઓની યાદીમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના ભૂતપૂર્વ પદાધિકારી એન બોસેરાજુનું નામ આશ્ચર્યજનક રૂપે સામેલ છે. બોસેરાજુ વિધાન પરિષદ અથવા વિધાનસભાના સભ્ય નથી, પણ રાજ્ય કોંગ્રેસ અને હાઇ કમાન્ડની વચ્ચે એક મહત્ત્વનો સંપર્ક છે.

મંત્રીઓમાં એકમાત્ર મહિલા મંત્રીઆ મંત્રીઓની યાદીમાં આઠ લિંગાયત સામેલ છે, જેમાં એકમાત્ર મહિલા મંત્રી લક્ષ્મી હેબ્બલકર સામેલ છે. અનુસૂચિત જાતિ સમુદાયમાંથી સાત, પાંચ વોક્કાલિંગા, બે મુસલમાન, અનુસૂચિત જનજાતિ સમુદાયોમાંથી ત્રણ, એક મરાઠા સહિત OBC સમૂહોમાંથી છ, એક બ્રાહ્મણ, એક ખ્રિસ્તી અને એક જૈન મંત્રીને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે.

જોકે કર્ણાટક કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ, જે પ્રારંભિક યાદીનો હિસ્સો નથી, તેમને પણ અંતિમ યાદીમાં જગ્યા મળી હતી. મુખ્ય મંત્રી ઓફિસ દ્વારા જારી 24 કેબિનેટ મંત્રીઓની યાદીમાં સામેલ નવા મંત્રીઓમાંથી 12ની પાસે મંત્રીપદનો કોઈ અનુભવ નથી.