બજેટ 2023: નવી ડિરેક્ટ ટેક્સ પદ્ધતિને આકર્ષક બનાવશે સરકાર

અમદાવાદઃ નાણાપ્રધાન નવા ડિરેક્ટ ટેક્સ હેઠળ ટેક્સના દરો ઓછા કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ડિરેક્ટ ટેક્સ હેઠળને આકર્ષક બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સંબંધમાં અંતિમ નિર્ણય વડા પ્રધાનની ઓફિસમાંથી નિર્ણય લેવામાં આવશે. નાણાપ્રધાન નવા ટેક્સ હેઠળ 30 ટકા અથવા 25 ટકા ટેક્સ દરોમાં ઘટાડો કરે એવી શક્યતા છે.

નાણાપ્રધાનનો ઉદ્દેશ લોકોને કોઈ પણ છૂટછાટ વગર ટેક્સમાં ધીમે-ધીમે સ્થળાંતરિત કરવાનો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. નવી ઓપ્શન ઇન્કમ ટેક્સ સ્કીમ ટેક્સ કમ્પ્લાયન્સને સરળ બનાવવા માટે 2020માં ઘોષિત કરવામાં આવી હતી. એમાં ઇન્કમ પર ટેક્સના ઓછા દરોની રજૂઆત કરવામાં આવી હતી. નિષ્ણાતોએ કહ્યું હતું કે હાઉસિંગ રેન્ટલ અને ઇન્શ્યોરન્સ વગેરે પર છૂટછાટની મંજૂરી નહીં હોવાને કારણે ટેક્સપેયર્સ માટે એ આકર્ષક નથી. જોકે સરકારે અત્યાર સુધી એ ડેટા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવ્યા કે કેટલા લોકોએ એ નવી ટેક્સ સિસ્ટમને અપનાવી છે.

હાલમાં દેશમાં વર્ષદીઠ કમસે કમ રૂ. પાંચ લાખની કમાણી પર ઇન્કમ ટેક્સ લાગે છે. નવી સ્કીમમાં રૂ. પાંચથી રૂ. 7.5 લાખની વચ્ચેના આવક પર 10 ટકા ટેક્સ લાગે છે, જ્યારે જૂની ટેક્સ પદ્ધતિમાં 20 ટકા ટેક્સ લાગે છે. રૂ. 15 લાખની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.