પાકિસ્તાને ડ્રોનથી મોકલેલું કરોડોનું હેરોઇન BSF દ્વારા જપ્ત

તરનતારઃ ભારત- પાકિસ્તાન સરહદે જિલ્લાની નજીક હેરોઇનની બોટલને BSFએ જપ્ત કરી છે. આ બોટલમાં 1.330 કિલોગ્રામ હેરોઇન ભરેલી હતી. પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

BSFની 101 બેટેલિયનના જવાનો દ્વારા ભારત-પાક સરહદ નજીક તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, ત્યારે BSFના જવાનોએ 1.330 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી. એ હેરોઇન કઈ રીતે દાણચોરી કરીને લાવવામાં આવી હતી, એની તપાસ શરૂ કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલી હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. છ કરોડથી વધુ છે. એ હેરોઇન ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી આવી હોવાની પણ આશંકા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ગઈ કાલે રાત્રે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં દેખાં દીધું હતું. સરહદ પર તહેનાત BSFની 101 બેટેલિયનના જવાન ડ્રોનનો અવાજ સાંભળતાં જ સતર્ક થઈ ગઈ હતી. SP (I) વિશાલજિત સિંહે જણાવ્યું હતું કે ખેમકરણ પોલીસ સ્ટેશનની પોલીસ અને BSFના જવાનો દ્વારા મળીને સરહદી ક્ષેત્રને સીલ કરતાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી., પરંતુ કોઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ જપ્ત નહોતી થઈ.