ગોડસે માટે બોલ્યા સાધ્વી પ્રજ્ઞા ને માફી માગી બોલીવુડના આ ડીરેક્ટરે!

નવી દિલ્હી: ભોપાલના ભાજપના સાંસદ, પ્રજ્ઞાસિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યાં હોવાનો વિવાદ થયો છે. નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા બદલ સોશિયલ મીડિયા પર પણ ઘણો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. તાજેતરમાં જ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા, લેખક અને દિગ્દર્શક અનુભવસિંહાએ પ્રજ્ઞાસિંહ ઠાકુરના ટ્વિટ પર ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વીટ પણ સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અનુભવ સિંહાએ પોતાના ટ્વિટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સંબોધન કરતાં માફી માગી છે.

બોલિવૂડ ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા અનુભવસિંહાનું મહાત્મા ગાંધીને સંબોધિત ટ્વીટ ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. લોકો તેના પર તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમના ટ્વીટમાં અનુભવ સિંહાએ લખ્યું છે કે “માફી ગાંધી. અમે કાંઈ કરી શક્યાં નહીં.” અનુવ સિંહાએ તેમના ટ્વીટ દ્વારા ગાંધીજીની માફી માગી છે, કારણ કે તેમના હત્યારા નથુરામ ગોડસેને ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે લોકસભામાં ‘દેશભક્ત’ ગણાવ્યાં હતાં.

જણાવી દઈએ કે લોકસભામાં ડીએમકે સભ્ય એ રાજાએ ચર્ચામાં ભાગ લેતી વખતે નકારાત્મક માનસિકતા પર ગોડસેનું ઉદાહરણ આપ્યું હતું, જેના પર પ્રજ્ઞાસિહે તેના સ્થાને ઉભાં થઈને કહ્યું, ‘દેશભક્તોનું ઉદાહરણ ન આપો ‘. આ પહેલાં પણ, તેમણે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યાં હતાં, જેના વિશે ઘણા વિવાદ ઉભા થયાં હતાં. આ સિવાય થોડા દિવસો પહેલાં જ ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાને બદલે રાષ્ટ્રપુત્ર તરીકે ઓળખાવ્યાં હતાં.