જમશેદપુરઃ જમશેદપુરના વ્યસ્ત ગોલમુરી ચોક નજીક આવેલી કેનરા બેંકની શાખામાં ગુરુવારે સવારે હથિયારધારી ગુનેગારોએ રાજ્યના ગુનાહિત ઇતિહાસની સૌથી મોટી લૂંટને અંજામ આપ્યો છે. મુશળધાર વરસાદનો લાભ લઈને રેનકોટ પહેરીને પહોંચેલા પાંચ લૂંટારુઓએ માત્ર 24 મિનિટમાં બેંક કર્મચારીઓને બંધક બનાવી ચેસ્ટ અને સેફમાંથી ગ્રાહકોનું આશરે 36 કરોડ રૂપિયાની કિંમતનું 23 કિલોગ્રામ સોનું (600 પેકેટ) અને 43 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા.
વર્ષ 2000માં ઝારખંડની રચના થયા બાદ કોઈ પણ નાણાકીય સંસ્થામાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સોના અને રોકડની લૂંટ છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ બે બાઇક પર સવાર થઈને સરળતાથી ફરાર થયા હતા.
સુરક્ષા ગાર્ડને માર મારી લોહીલુહાણ કર્યો
પ્રત્યક્ષદર્શીઓ અને બેંક કર્મચારીઓના જણાવ્યાનુસાર સવારે લગભગ સવા નવ વાગ્યે બેંક ખૂલતાં જ વરસાદનો લાભ લઈને રેઇનકોટ અને કેપ પહેરેલા પાંચ ગુનેગારો સામાન્ય ગ્રાહકોની જેમ અંદર પ્રવેશ્યા હતા. મુખ્ય દરવાજા પર તહેનાત સુરક્ષા ગાર્ડ સંતોષ કુમારે તેમના શંકાસ્પદ હાવભાવ જોઈને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક ગુનેગારે પિસ્તોલની બટથી તેમના માથા પર જીવલેણ હુમલો કર્યો હતો.
મેનેજરની કાનપટ્ટી પર પિસ્તોલ તાકી
કર્મચારીઓને એક ખૂણામાં કર્યા બાદ ત્રણ ગુનેગારો સીધા શાખા મેનેજર અજિતકુમારની કેબિનમાં ઘૂસી ગયા. દહેશતના માહોલમાં ગુનેગારોએ મેનેજર પાસેથી ચેસ્ટ અને ગોલ્ડ સેફની ચાવીઓ છીનવીને તે ખોલાવ્યા. ચેસ્ટમાં રાખેલા 43 લાખ રૂપિયા રોકડા લીધા બાદ ગુનેગારોએ ગોલ્ડ લોનના સેફમાંથી આશરે 600 પેકેટ પોતાના બેગમાં ભરી લીધા હતા. આ પેકેટોમાં ગ્રાહકોનું લગભગ 23 કિલોગ્રામ સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 36 કરોડ રૂપિયા છે. આ લૂંટની ઘટના સવારે 9:20થી 9:44 વાગ્યાની વચ્ચે બની હતી.
जमशेदपुर के गोलमुरी थाना क्षेत्र स्थित केनरा बैंक में सुबह हथियारबंद अपराधियों ने दिनदहाड़े बड़ी डकैती की वारदात को अंजाम दिया।
जानकारी के मुताबिक, रेनकोट पहने 5 बदमाश हथियारों के साथ बैंक में दाखिल हुए और बैंककर्मियों को बंधक बनाकर चेस्ट से 43 लाख रुपये से अधिक नकद और लॉकर में… pic.twitter.com/7ncqWSOVB3
— DD News Jharkhand | डीडी न्यूज झारखंड (@ddnewsjharkhand) September 24, 2026
બહાર પહેલેથી જ તૈયાર હતા સાથીદારો, સીસીટીવીમાં હિલચાલ કેદ
લૂંટ બાદ ગુનેગારો આરામથી બહાર નીકળ્યા, જ્યાં રસ્તા પર તેમના બે સાથીદારો બાઇક ચાલુ કરીને પહેલેથી જ ઉભા હતા. પાંચેય લૂંટારુઓ બે બાઇક પર સવાર થઈને મુખ્ય માર્ગ તરફ ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના બેંક અને આસપાસની દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોએ બેંક ખૂલવાનો સમય, સુરક્ષા વ્યવસ્થા અને ભાગવાના રસ્તાઓની અનેક દિવસો સુધી ઝીણવટપૂર્વક રેકી કરી હતી.
20 અધિકારીઓની એસઆઈટીની રચના, પડોશી રાજ્યોની સરહદો સીલ
ઘટનાની જાણ થતાં જ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. એસએસપીના નિર્દેશ પર સિટી એસપીના નેતૃત્વમાં 20 પોલીસ અધિકારીઓની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.






