દેશમાં એરટેલના 5G ગ્રાહકોનો આંક એક કરોડને પાર

મુંબઈઃ ટેલિકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલે જાહેર કર્યું છે કે દેશભરમાં એના 5G નેટવર્ક પર યૂઝર્સની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ છે. એક નિવેદનમાં, કંપનીએ કહ્યું કે તે 2024ના માર્ચના અંત સુધીમાં દેશના દરેક નગર અને મહત્ત્વના ગ્રામિણ વિસ્તારોને એરટેલ 5G સેવાઓ વડે સાંકળી લેવા માટે સજ્જ છે.

2022ના નવેમ્બરમાં 5G નેટવર્કની વ્યાપારી ધોરણે શરૂઆત કર્યાના 30 દિવસમાં જ 10 લાખ ગ્રાહકો પ્રાપ્ત કરનાર એરટેલ પ્રથમ અને એકમાત્ર ઓપરેટર બની હતી.