અયોધ્યામાં રામ નવમીની ઉજવણીની ભવ્ય તૈયારીઓ શરૂ

અયોધ્યાઃ અયોધ્યામાં આવતા મહિને રામ નવમીના અવસરે મોટા પાયે ઉજવણી કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીરથ ક્ષેત્ર ટ્રસ્ટ ભવ્ય સમારોહ માટે વ્યવસ્થા કરી રહ્યું છે. વળી, આ વર્ષે ઉત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં આવવાની અપેક્ષા છે. જોક્ સુરક્ષાના કારણોસર આ અવસરે શ્રદ્ધાળુઓને સીમિત સંખ્યામાં રામ જન્મભૂમિ પ્રાંગણમાં અંદર જવાની મંજૂરી આપવામાં આવશે, એમ ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ટ્રસ્ટે રામની પૈડા ભજન સંધ્યા સ્થળ અને રામ કથા પાર્કમાં પણ રામ નવમી સમારોહ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે, એમ ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ કહ્યું હતું.

ટ્રસ્ટના સભ્ય મૂર્તિકાર પ્રમોદ કામલેથી વાતચીત કરી રહ્યા છે, જેમણે મંદિરની પરિક્રમા માર્ગ સ્થાપિત કરાનારી ભગવાન રામની મૂર્તિનું એક મોડલ પણ પ્રસ્તુત કર્યું છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]