ઉ.પ્ર.-ચૂંટણીમાં અમે જોરદાર લડત આપી છેઃ પ્રિયંકા

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યું છે કે, ‘અમારાં પક્ષે હાલના ચૂંટણી જંગમાં જોરદાર રીતે લડત આપી છે. અમે શક્ય એટલા જોરથી લડ્યાં છીએ. અમે રાહ જોઈએ છીએ, શું પરિણામ આવે છે એની.’ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે હાથ ધરેલી ‘લડકી હૂં, લડ સકતી હૂં ઝુંબેશ’ અંતર્ગત પ્રિયંકા આજે લખનઉ આવ્યાં હતાં અને એક કૂચની આગેવાની લીધી હતી. તેમાં એમણે કહ્યું કે, ‘અમારી આજની કૂચ અમારી 159 મહિલા ઉમેદવારોને બિરદાવવા માટેની છે. અમે સહુએ જોરદાર રીતે ચૂંટણી લડી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે એટલે એની ઉજવણી કરીએ.’

ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર – એમ પાંચ રાજ્યોમાં હાલમાં જ મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે અને 10 માર્ચ, ગુરુવારે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે. ગઈ કાલે વિવિધ એક્ઝિટ પોલ્સમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ પોતાની સરકાર જાળવી રાખશે