લતાજીનાં અસ્થિનું વારાણસીમાં ગંગા નદીમાં વિસર્જન કરાયું

વારાણસીઃ ગઈ 6 ફેબ્રુઆરીએ મુંબઈની હોસ્પિટલમાં આખરી શ્વાસ લેનાર દંતકથા સમાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં અસ્થિનું ગઈ કાલે અહીં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

લતા મંગેશકરનાં બહેન ઉષા મંગેશકર એમનાં અન્ય પરિવારજનોની સાથે અસ્થિ ભરેલા કળશ સાથે વારાણસી પહોંચ્યાં હતાં. ખિડકિયા ઘાટ ખાતે તેઓ એક નૌકામાં સવાર થયાં હતાં અને ત્યાંથી અહિલ્યાબાઈ ઘાટ ખાતે ગયાં હતાં. ત્યાં પૂજારીના માર્ગદર્શન અનુસાર વૈદિક પૂજા કર્યા બાદ અસ્થિઓનું ગંગા નદીના મધ્યપ્રવાહમાં વિસર્જન કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]