બેન્કો, વીમા કંપનીઓ પાસે ₹ 49,000 કરોડ નધણિયાતા

નવી દિલ્હીઃ બેન્કો અને વીમા કંપનીઓની પાસે આશરે રૂ. 49,000 કરોડએ ખાતાંઓમાં પડ્યાં છે, જેનું કોઈ દાવેદાર નથી. નાણાં રાજ્યપ્રધાન ભાગવત કરાડે કહ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી બેન્કોની પાસે એ રકમ રૂ. 24,356 કરોડ અને વીમા કંપનીઓની પાસે રૂ. 24,586 કરોડ જમા છે.

રિઝર્વ બેન્કે આવા નધણિયાતા નાણાં માટે ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) સ્કીમ, 2014 યોજના તૈયાર કરી હતી. એ યોજના અનુસાર બેન્કોની પાસે દાવા વગરની જમા રકમ DEAFમાં જમા કરવામાં આવે છે અને એ રકમથી ડિપોઝિટરોને શિક્ષણ અને તેમનાં હિતોનાં પ્રોત્સાહન માટે ઉપયોગ કરવામાં આવે છે.

બીજી બાજુ, બધા વીમા કંપનીઓ પોલિસીહોલ્ડર દ્વારા દાવો નહીં કરવામાં આવલી જમા રકમ 10 વર્ષ કરતાં વધુની રકમથી પ્રતિ વર્ષ સિનિયર સિટિઝન વેલફેર ફંડ (SCWF)માં ટ્રાન્સફર કરવામાં આવે છે. SCWFનો ઉપયોગ સિનિયર સિટિઝનોને લાભકારક યોજનાઓ માટે કરવામાં આવે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે રિઝર્વ બેન્ક આવાં ખાતાંના અકાઉન્ટહોલ્ડર્સ વિશે ભાળ મેળવવા પણ સલાહ આપવામાં આવે છે.