કોરોના કહેરને લીધે 15 એપ્રિલ સુધી વિદેશીઓ માટે ભારતપ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની અસર દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે,જેથી ભારતે પણ સુરક્ષાનાં કારણોસર દેશમાં આવતા વિદેશીઓના પ્રવેશ પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. ફોરેનર્સના બધા વીઝા રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો અમલ 13 માર્ચથી શરૂ થશે. અત્યાર સુધી દેશમાં 67 લોકો આ વાઇરસની ચપેટમાં આવી ગયા છે. આ ચેપગ્રસ્ત લોકોમાંથી એક ગ્રુપ ઇટાલીના એક પર્યટક જૂથના સંપર્કમાં આવ્યું હતું, જેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી સલામતીનાં કારણોસર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક આદેશ જારી કરીને બધાના વીઝા રદ કરવા આદેશ આપ્યો છે.

મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે વિદેશી રાજદૂતો, અધિકારીઓસ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંસ્થા અને રોજગાર અને અન્ય યોજનાઓથી સંબંધિત બધા જવીઝાને 15 એપ્રિલ સુધી રદ કરાયેલા રહેશે મંત્રાલયે કહ્યું હતું કે આ આદેશ 13 માર્ચ, 2020થી ભારતથી જતી ફ્લાઇટોના સમયથી લાગુ થશે. આ દરમ્યાન કોઈ વિદેશી ભારત પ્રવાસ કરવા ઇચ્છે તો તેણે ભારતય મિશનથી સંપર્ક કરવો પડશે.