અયોધ્યાઃ રામ જન્મભૂમિ વિવાદ મામલે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે અયોધ્યા વિવાદ મામલે વિવાદિત જમીન છોડીને બાકી જમીનને આપવા અને યથાસ્થિતિ હટાવવાની માંગણી કરી છે. સરકારે પોતાની અરજીમાં 67 એકર જમીનમાંથી કેટલોક ભાગ સોંપવાની અરજી કરી છે. આ 67 એકર જમીન 2.67 એકર વિવાદિત જમીનની ચારેબાજુ સ્થિત છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન સહિત 67 એકર જમીન પર યથાસ્થિતિ બનાવવા કહ્યું હતું.
1993માં કેન્દ્ર સરકારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ અંતર્ગત વિવાદિત સ્થળ અને આસપાસની જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું અને પહેલાથી જ જમીન વિવાદને લઈને દાખલ તમામ અરજીઓને ખતમ કરી દીધી હતી. સરકારે આ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ઈસ્માઈલ ફારુખી જજમેન્ટમાં 1994માં તમામ દાવેદારી વાળી અરજીને બહાલ કરી દીધી હતી અને જમીન કેન્દ્ર સરકાર પાસે રાખવા કહ્યું હતું અને નિર્દેશ આપ્યો હતો જેના ફેવરમાં કોર્ટનો નિર્ણય આવે છે જમીન તેને આપવામાં આવશે. રામલલ્લા વિરાજમાન દ્વારા એડવોકેટ ઓન રેકોર્ડ વિષ્ણુ જૈને જણાવ્યું કે બીજીવાર કાયદો લાવવા પર કોઈ રોક નથી પરંતુ તેને સુપ્રીમ કોર્ટમાં ફરીથી પડકારી શકાય છે.
આ વિવાદમાં મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીનું કહેવું હતું કે જ્યારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ 1993માં લાવવામાં આવ્યો ત્યારે તે એક્ટને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે આ વ્યવસ્થા આપી હતી કે એક્ટ લાવીને સૂટને ખતમ કરવું ગેરસંવૈધાનિક છે. પહેલા કોર્ટ સૂટ પર નિર્ણય લે અને જમીનને કેન્દ્ર ત્યાં સુધી કસ્ટોડિયનની જેમ પોતાની પાસે રાખે. કોર્ટનો નિર્ણય જેના પણ પક્ષમાં આવે, સરકાર તેને આપે.