મહિલાનો દુપટ્ટો ખેંચી લેતાં કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા,કારણ કે

0
1433

કર્ણાટક- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફરી એકવાર પોતાના ગુસ્સાને લઈને વિવાદી વર્તણૂક કરી બેઠાં હતાં. કર્ણાટકના આ પૂર્વ મુખ્યપ્રધાન સમક્ષ ફરિયાદ લઈને પહોંચેલી એક મહિલાની ઉપર સિદ્ધારમૈયાનો ગુસ્સો એ હદે ફૂટી પડ્યો કે તેમણે તે મહિલા પાસેથી માઇક પણ ઝૂંટવી લીધું. માઇક ઝૂંટવતી વખતે સિદ્ધારમૈયાનો હાથ મહિલાના દુપટ્ટા પર જતો રહ્યો અને તેઓએ તેને નીચેની તરફ ઝાટકી દીધો. મહિલાની સાથે થયેલા આ વર્તનને લઈ સિદ્ધારમૈયા રાજકીય તથા સામાન્ય લોકોના નિશાન પર આવી ગયાં હતાં. તેમના આવા વર્તાવની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી.

તો કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર ખતરાની ઘંટડી વાગી રહી છે જેમાં મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ રાજીનામાની ધમકી આપી છે. આ દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ગુસ્સા પર હવે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. મળતી માહિતી મુજબ, સિદ્ધારમૈયાને મળવા પહોંચેલી એક મહિલાની સાથે તેઓએ ખરાબ વર્તન કર્યું. સિદ્ધારમૈયાને મહિલાની વાત પર એ હદે ગુસ્સો ભડક્યો કે તેઓએ મહિલાના હાથમાંથી માઇક ઝૂંટવી લીધું.

સિદ્ધારમૈયા એ બાદ પણ મહિલા સાથે સતત ગેરવર્તણૂક કરતાં રહ્યાં અને તેને ચૂપ કરવા માટે કહેતાં રહ્યાં હતાં. સિદ્ધારમૈયાના આ વર્તનની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. મહિલા આયોગે તેમના આવા વર્તાવનું સંજ્ઞાન લીધું છે અને આગળની કાર્યવાહી કરી શકે છે.