ઐઝવાલઃ 40-સભ્યોની મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી અને પરિણામની જાહેરાતને ચૂંટણી પંચે આજને બદલે આવતીકાલ પર મુલતવી રાખ્યા છે. રાજ્યના 11 જિલ્લાઓમાં આવતીકાલે સવારે 8.30 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં તમામ બેઠકો માટે એક જ ચરણમાં 7 નવેમ્બરે મતદાન યોજવામાં આવ્યું હતું.
રાજ્યમાં સત્તા હાંસલ કરવા માટે કોઈ પણ પાર્ટી કે પાર્ટીઓના જૂથે ઓછામાં ઓછી 21 બેઠક જીતવી પડે. આ વખતની ચૂંટણી માટે 76.66 ટકા મતદાન થયું હતું. સૌથી વધારે સરછીપ જિલ્લામાં મતદાન થયું હતું – 83.96 ટકા. સૌથી ઓછું મતદાન પાટનગર ઐઝવાલમાં થયું હતું – 73.09 ટકા.