આર્ટ ઓફ લીવિંગ-ઉપક્રમે ‘વાઈબ્રન્ટ આફ્રિકા-ધ રાઈઝિંગ રિધમ’

બેંગલુરુઃ ‘વસુધૈવ કુટુમ્બકમ’ સિદ્ધાંતને જીવંત કરીને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના આફ્રિકા ચેપ્ટરે ‘વાઈબ્રન્ટ આફ્રિકા-ધ રાઈઝિંગ રિધમ’ નામક સાંસ્કૃતિક મહોત્સવ-2022નું આયોજન કર્યું છે. આ ઉત્સવમાં, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં તમામ આફ્રિકી દેશોના પારંપારિક લોક સંગીતકાર, ગાયક તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આફ્રિકી કલાકારોએ એમની કલાનું પ્રદર્શન કર્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવોમાં નાઈજિરિયાના ભૂતપૂર્વ પ્રમુખ એચ.ઈ. ઓલુસેગુન ઓબાસંજો, આફ્રિકી દેશોના શાસક-ઈફે કે એચ.આર.એમ. ઓની, લેક્કી લેન્ડના એચ.આર.એમ. ઓબા ઓનની, ઓરમેડુના ઓબા ઓનિમેદુ, ઓનિરુ સામ્રાજ્યના પ્રમુખ અબાયોમી બાલોગુન અને ભારતીય દૂતાવાસના અધિકારીનો સમાવેશ થાય છે. આર્ટ ઓફ લીવિંગ સંસ્થા 23 લાખથી વધારે આફ્રિકીઓ સુધી પહોંચી ગઈ છે. તેણે 22 આફ્રિકી દેશોને શાંતિ ઝુંબેશના માધ્યમથી જોડ્યા છે.