નવી દિલ્હીઃ દિલ્હીમાં MCDની ચૂંટણી પછી મેયર પદની ચૂંટણી રસપ્રદ થવાની છે. એ સાથે-સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યોની પણ ચૂંટવામાં આવશે. મતદાન પહેલાં કાઉન્સિલરોના શપથવિધિ થશે, પણ એ પહેલાં આપના કાઉન્સિલરોએ હંગામો કર્યો હતો. એ દરમ્યાન ધક્કામુક્કી પણ થઈ હતી. આપના કાઉન્સિલરો ચૂંટાયેલા સભ્યોને પહેલાં શપથ અપાવવાનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં આમ આદમી પાર્ટીએ LG દ્વારા મેયરની ચૂંટણીમાં ભાજપના કાઉન્સિલર સત્યા શર્માને પ્રીસાઇડિંગ અધિકારી બનાવવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ ના લેવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હીના ડેપ્યુટી મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે MCDમાં પોતાનાં કુકર્મોને છુપાવવા માટે કેટલા નીચે જશો ભાજપવાળાઓ. જો તમે જનતાના નિર્ણયનું સન્માન ના કરી શકો તો પછી ચૂંટણી કોના માટે? મેયર ચૂંટણીમાં મતદાન પહેલાં કાઉન્સિલરોનો શપથવિધિ યોજાશે. જોકે શપથગ્રહણ પહેલાં કાઉન્સિલરોએ ભારે હોબાળો કર્યો હતો. આપ અને ભાજપના કાઉન્સિલરોની વચ્ચે મારપીટ અને ભારે હંગામો થયો હતો. બંને પાર્ટીઓના કાઉન્સિલરોની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને ખુરશીઓ પણ ઊછળી હતી.
ભજપના સંસંદસભ્ય મનોજ તિવારીએ આપ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે 49માંથી 134 થતાં આપના કાઉન્સિલરોએ ગુંડાગર્દી શરી કરી હતી અને ધક્કા મારવા, લડાઈ કરવી વગેરે કર્યું હતું.
મેયર માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાને ઉતાર્યા છે, જ્યારે BJP તરફથી રેખા ગુપ્તા મેદાને છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર માટે AAPએ મોહમ્મદ ઈકબાલ અને કમલ બાગડીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
