UPના અર્થતંત્રને $એક-લાખ કરોડનું બનાવવા સલાહકારની નિયુક્તિ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે ડેલોઇટ ઇન્ડિયાની સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ ડેલોઇટ ઇન્ડિયા ઉત્તર પ્રદેશને રૂપિયા એક લાખ કરોડનું અર્થતંત્ર બનાવવામાં સલાહ આપશે. આ કરાર પર શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસેંગે સરકાર દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે ડેલોઇટ ઇન્ડિયાને દેશના સૌથી મોટા રાજ્યની સમૃદ્ધિ તરફ આગળ વધારવની ભારે જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે 19 જુલાઈએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંત્રીઓની કાઉન્સિલની બેઠકમાં ડેલોઇટ ઇન્ડિયાને આ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો આ નિર્ણય ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ પર આધરિત હતો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ હેઠળ 2027 સુધી ઉત્તર પ્રદેશ રૂપિયા એક લાખ કરોડનું અર્થતંત્ર બની જશે. તેમણે જણાવ્યું હતું કે કંપની આ યોજના પર એનો ભવિષ્યના એક્શ પ્લાન સરકાર સમક્ષ મૂકે એવી શક્યતા છે. આ એક્શન પ્લાનની સમીક્ષા ચીફ સેક્રેટરીની અધ્યક્ષતાવાલી ઉચ્ચ સ્તરીય કમિટી કરશે. આ સિવાય મંત્રીઓનું જૂથ પણ આ એક્શન પ્લાનની સમીક્ષા કરશે.