આનંદોઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પાયા માટે ખોદકામ શરૂ

અયોધ્યાઃ અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરના પાયાનું ખોદકામ આજે સવારથી શરૂ થઈ ગયું છે. મંદિરના પાયા માટે જમીનમાં 100 ફૂટ ઊંડાણ સુધી કૂવા ખોદવા માટે બે મશીનો રવિવારે રામ જન્મભૂમિ પ્રાંગણમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. કાનપુરથી પહોંચેલા કાસાગ્રાંડ મશીનથી પાયાનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ મશીનથી થાંભલાઓ માટે પાયાનું ખોદકામ કરવામાં આવશે. આશરે 200 મીટર ઊંડાણ સુધી ખોદકામ કરવામાં આવનાર છે. આ કામ માટે અન્ય કેટલાંક મશીનો જલદી અયોધ્યામાં પહોંચાડવામાં આવશે.

પાંચ ઓગસ્ટે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. ખોદકામનું કામ શરૂ થવાના પ્રસંગે ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા જન્મભૂમિ પ્રાંગણમાં જ હાજર હતા. તેઓ આગામી બે દિવસ સુધી બાંધકામ કામગીરીની સમીક્ષા કરશે અને એના પછી ન્યાસ પદાધિકારીઓની સાથે બેઠકમાં ભાગ લેશે.

હજી હાલમાં જ થયેલી બેઠકમાં રામ મંદિરનો નક્શો નક્કી થયો છે. એને બીજી સપ્ટેમ્બરે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો. રામ મંદિરનું માળખું સ્તંભો પર ઊભું હશે અને મંદિરમાં આશરે 1200 સ્તંભો હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]