મસ્કતઃ ઈન્ડિગો એરલાઈનની એક ફ્લાઈટને સાવચેતી ખાતર ગઈ કાલે પાકિસ્તાનના કરાચીમાં ડાઈવર્ટ કરી ત્યાં ઉતારવાની ફરજ પડ્યા બાદ આજે એર ઈન્ડિયા એક્સપ્રેસની કાલિકટથી દુબઈ જઈ એક ફ્લાઈટમાં કશુંક બળવા જેવા વાસ આવ્યા બાદ એને ઓમાનના પાટનગર મસ્કતના એરપોર્ટ પર ઈમરજન્સી સ્થિતિમાં ઉતારવામાં આવી હતી.
આમ, છેલ્લા 24 કલાકમાં ભારતની બે એરલાઈનના પેસેન્જર વિમાનોને અન્ય સ્થળે ડાઈવર્ટ કરવાની ઘટના બની છે. એએનઆઈ સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં ભારતીય એવિએશન નિયામક સંસ્થા ડીજીસીએને ટાંકીને જણાવ્યું છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX-355ની આગળની ગેલી (રસોડું)ના એક વેન્ટમાંથી કશુંક બળવાની વાસ આવતાં તેને મસ્કત ખાતે વાળવી પડી હતી. ગઈ કાલે ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ કોઈક ટેકનિકલ ખામી સર્જાતાં પાઈલટે એને કરાચી એરપોર્ટ તરફ વાળી ત્યાં ઉતરાણ કરાવ્યું હતું.
(પ્રતીકાત્મક તસવીરઃ સૌજન્ય એર ઈન્ડિયા એક્સપ્રેસ ટ્વિટર)