અદાણી-હિંડનબર્ગ વિવાદઃ ઈન્વેસ્ટરોના હિતનાં રક્ષણાર્થે સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિ બનાવી

નવી દિલ્હીઃ અમેરિકાની શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ આપેલા અહેવાલના સંદર્ભમાં ઈન્વેસ્ટરોનાં હિતોનું રક્ષણ કરવા અને નિયમનકારી યંત્રણાનું અવલોકન કરવા માટે સુપ્રીમ કોર્ટે પાંચ નિષ્ણાત સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિની આગેવાની એક નિવૃત્ત જજ લેશે.

સમિતિનાં સભ્યો છેઃ ઓ.પી. ભટ્ટ, ન્યાયમૂર્તિ (નિવૃત્ત) જે.પી. દેવધર, નંદન નિલેકણી, કે.વી. કામથ અને સોમશેખર સુંદરસેન. સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એ.એમ. સપ્રે લેશે. આ સમિતિ બે મહિનાની અંદર સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કરશે.