કોરોનાના 62,258 નવા કેસ, 291નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,258 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 291 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,19,08,910 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,61,240 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,12,64,637  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 30,386 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,52,647 પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.85 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36,902 નવા કેસ સામે આવ્યા છે. પંજાબમાં 3122, છત્તીસગઢમાં 2655, કર્ણાટકમાં 2566 અને ગુજરાતમાં 2190 નવા કેસ સામે આવ્યા છે.

 દેશમાં 5.81 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 5,81,09,773 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 26,05,333 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]