નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 84 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 50,356 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 577 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 84,62,080 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,25,562 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 78,19,886 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,16,632એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.
કોરોના દર્દીઓ ડિપ્રેશનથી પીડિત
દેશમાં લોકોની માનસિક સ્થિતિ પર કોરોના વાઇરસની ખરાબ અસર થઈ રહી છે, જેને કારણે મેન્ટલ હેલ્થકેર વ્યવસ્થાએ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઇડલાઇનમાં લોકોના ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે, જે કોરોનાને કારણે માનસિક રીતે પ્રભાવિત છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ માનસિક સમસ્યાઓનો અનુભવ કરી શકે છે. આમાંથી 30 ટકા લોકોને ડિપ્રેશનનો શિકાર થવાની શક્યતા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.