કેરળના પૂરમાં 483નાં મરણ થયા છે, 15 જણ હજી લાપતા છેઃ મુખ્ય પ્રધાન વિજયન

તિરુવનંતપુરમ – કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને આજે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં આવેલા ભયાનક પૂરમાં કુલ 483 જણ માર્યા ગયા છે જ્યારે 15 જણ હજી પણ લાપતા છે.

વિજયને કહ્યું કે, આ કુદરતી આફતને કારણે થયેલી આર્થિક ખોટ રાજ્યના વાર્ષિક બજેટ કરતાં ઘણી વધુ રહી છે.

વિજયને વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં 305 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે અને એમાં 59,296 જણે આશરો લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]