નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થાએ ભારતમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવરની બીમારી વિશે તાજેતરમાં એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને એમાં તેને માલુમ પડ્યું છે કે દેશમાં 38 ટકા લોકો આ બીમારીથી પીડાય છે.
આ બીમારીનું મૂળ કારણ પાશ્ચાત્ય આહાર પદ્ધતિ અપનાવવાથી છે, જેમાં ફાસ્ટ ફૂડનો વધુપડતો વપરાશ, ફ્રૂટ અને લીલા શાકભાજીનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો સમાવેશ થાય છે. ભારતમાં આ બીમારી માત્ર પ્રૌઢ વ્યક્તિઓને જ થાય છે એવું નથી, બાળકોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે લીવર માટે આલ્કોહોલ (શરાબ) જોખમી છે. તેથી આ રોગથી બચવું હોય તો શરાબથી દૂર રહેવું જોઈએ.