કોરોનાના 28,903ના નવા કેસ, 188નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નવા કેસોના વધારાએ ચિંતા વધારી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,903 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલ કરતાં 18 ટકા વધુ છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 188 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,14,38,734 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,59,044 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,10,45,284  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,741 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,34,406 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.39 ટકા થયો છે.

 દેશમાં 3.50 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 3,50,64,536 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 21,17,104 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

28,903 new cases of corona, 188 deaths

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]