કોરોનાના 2,81,386 વધુ નવા કેસ, 4106નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં દૈનિક ધોરણે કોરોના કેસો હવે ત્રણ લાખની નીચે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,81,386 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4106 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,45,65,463 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,74,390 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,11,74,076  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,78,741 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 35,16,997એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.50 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

જો સંક્રમણની વાત કરીએ તો પોઝિટિવિટી દર 19.26 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 15.73 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 18.04 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 18,04,57,579 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,27,162 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]