ક્રિષ્ના શ્રોફ બિકીની પહેરીને સાઈકલ પર ફરવા નીકળી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા જેકી શ્રોફની પુત્રી અને અભિનેતા ટાઈગર શ્રોફની નાની બહેન ક્રિષ્ના અનેક વાર તેનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર બિકીની લૂકવાળી તસવીરો પોસ્ટ કરતી હોય છે. એ રીતે તે પોતાની સુડોળ કાયા અને ટેટૂને પ્રદર્શિત કરતી હોય છે. સોશિયલ મિડિયા પર એનાં અસંખ્ય ફોલોઅર્સ છે.

હવે એવો એક એવો વિડિયો જોવા મળ્યો છે જેમાં તે લાલ રંગની બિકીની ટોપ અને સફેદ શોર્ટ્સ પહેરીને સાઈકલ પર જતી દેખાય છે. એણે પોતે જ આ સેલ્ફી વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સ્થળ કયું છે એની તેણે સ્પષ્ટતા કરી નથી. તેનાં આ વિડિયોથી સોશિયલ મિડિયા પર ધમાલ મચી ગઈ છે. ઘણાએ વિડિયોને લાઈક કર્યો છે અને એને ‘સુપર હોટ’ કહીને વખાણી છે. ક્રિષ્ના તેનાં ભાઈ ટાઈગરની જેમ મિક્સ્ટ માર્શલ આર્ટ્સની પ્રોફેશનલ છે.

Krishna Shroff goes cycling in a bikini