હવાઈદળનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, બે પાઈલટનું મૃત્યુ

બાડમેર (રાજસ્થાન): ભારતીય હવાઈ દળનું એક ટ્વિન-સીટર મિગ-21 તાલીમી વિમાન બાડમેર જિલ્લા નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં એમાં સવાર થયેલા બે પાઈલટનું મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટના ગઈ કાલે રાતે 9.10 વાગ્યે બની હતી.

ભારતીય હવાઈ દળે આ દુર્ઘટનાના કારણ માટે તપાસનો આદેશ આપ્યો છે. વિમાન તૂટી પડતાં બંને પાઈલટને ગંભીર ઈજા પહોંચી હતી. હવાઈ દળે પાઈલટોની જાનહાનિ અંગે ખૂબ અફસોસ વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારજનો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી છે.