નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. જ્યારે કે આ ખતરનાક બીમારીને 100,56,651 લોકો માત આપી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,222 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 228 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,31,639 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,50,798 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 19,253 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,24,190એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.40 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
બે રાજ્યમાં 1000થી વધુ કેસ
દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર એવા રાજ્ય છે, જ્યાં 24 કલાકમાં 1000થી વધારે કેસ નોંધાયા છે. કેરળમાં 5001 અને મહારાષ્ટ્રમાં 3007 નવા કેસ નોંધાયા છે. છત્તીસગઢમાં 926 નવા કેસ નોંધાયા છે.
કોરોનાથી સૌથી ઓછા મોત આજે
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 228 મોત થયાં છે, જેમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 73, કેરળમાં 23 અને પશ્ચિમ બંગાળમાં 21 લોકોનાં મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછા મોત આજે નોંધાયા છે..
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.