સોલાપુરમાં 16 વર્ષીય યુવતી પર 10 લોકો દ્વારા બળાત્કાર : પાંચની ધરપકડ

સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં 16 વર્ષીય દલિત તરુણ યુવતી પર છ મહિનાથી 10 લોકો બળાત્કાર કરતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.  આ 10 આરોપીઓમાંથી પાંચ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 376-D (ગેન્ગરેપ)  હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ  એક્ટ (પોસ્કો) અને શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ)ની જોગવાઈ પણ લગાડવામાં આવી છે.

મેગળવારે કેટલાક સ્થાનિક લોકોએ એક યુવતીને શહેરના એક મંદિરની બહાર રડતી જોઈ હતી, જેથી તેમણે આની જાણ પોલીસને કરી હતી. સોલાપુરના પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે આ યુવતી ઘણી વ્યથિત હતી, એ પછી પોલીસે તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ આ યુવતીએ તેની આપવીતી પોલીસને કહી હતી. ત્યાર પછી પોલીસ હરકતમાં આવી હતી અને કેસ નોંધ્યો હતો. એ પછી પોલીસે 10 આરોપીઓમાંથી પાંચ જણની ધરપકડ કરી હતી, એમ સોલાપુર પેલીસે જણાવ્યું હતું.

આ આરોપીઓમાંના કેટલાક યુવતીના મિત્રો હતાય તેણ પપણ પછી આ હીચકારાના ગુનામાં અન્ય સાથીદારો સાથે જોડાયા હતા,એમ તેમણે કહ્યું હતું. યુવતીના મિત્રોમાંથી કેટલાક ઓટો રિક્ષાચાલકો પણ હતા, છ મહિનાથી તેઓ તેને બળજબરીથી અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચરતા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.

સોલાપુરના વિજાપુર નાકા પાસેના પોલીસ સ્ટેશનમાં આ 10 આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ હજી અન્ય પાંચ આરોપીઓની તપાસ કરી રહી છે. આ યુવતીના પિતાનું થોડા સમય પહેલાં નિધન થયું હતું. આ યુવતી તેની માતા સાથે રહેતી હતી. તે આજીવિકા રળવા માટે છૂટક નોકરી કરતી હતી.