નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.05 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,590 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 191 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,05,27,683 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,51,918 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 101,16,2738 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15,975 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,13,027એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
કેરળમાં કોરોના કેસોમાં સતત વધારો
દેશમાં કેરળમાં કોરોના વાઇરસના નોંધાઈ રહેલા નવા કેસથી ચિંતા વધી છે. અહીં દરરોજ સરેરાશ પાંચ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે કેરળમાં નવા 6,004 કેસ નોંધાયા છે, જ્યારે 5,158 લોકો સાજા થયા છે. અહીં 24 કલાકમાં 26નાં મોત થયાં છે. હાલ કેરળમાં 65,374 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે દેશમાં હાલ 2.10 લાખ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી એકલા કેરળમાં 31 ટકા લોકો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.