ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર ખૂની હુમલાના દોષિત અહેમદ મુર્તઝાની સજાની જાહેરાત કરવામાં આવી છે. ATS, NIA સ્પેશિયલ કોર્ટે અહેમદ મુર્તઝાને ફાંસીની સજા સંભળાવી છે. અહેમદ મુર્તઝાને UAPA, દેશ સામે યુદ્ધ છેડવા, ખૂની હુમલો કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેની સામે ચાલી રહેલા કેસમાં નવ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ તેને સજા કરવામાં આવી છે. આ કેસ 4 એપ્રિલ 2022ના રોજ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ ATSએ આ મામલે તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી.
ગોરખનાથ મંદિર હુમલાની ઘટનામાં રેકોર્ડ 60 દિવસની ન્યાયિક તપાસમાં અહેમદ મુર્તઝા અબ્બાસીને NIA કોર્ટે IPCની કલમ 121 હેઠળ મૃત્યુદંડ અને IPCની કલમ 307 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલાની તપાસ કરતી વખતે NIAને જાણવા મળ્યું કે ગોરખનાથ મંદિરનો હુમલાખોર પણ નેપાળ ગયો હતો અને પોલીસને તેની પાસેથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હતા.
જણાવી દઈએ કે અહેમદ મુર્તઝા અબ્બાસે ગોરખનાથ પીઠમાં હથિયાર લહેરાવ્યું હતું. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. એટલું જ નહીં, તેણે મંદિર પાસે હાજર લોકોને હથિયારોથી ધમકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. અહેમદ મુર્તઝાએ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત ઉત્તર પ્રદેશ પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરીના જવાનો પર હુમલો કર્યો હતો. જોકે, થોડો પીછો કર્યા બાદ કેમિકલ એન્જિનિયર અહેમદ મુર્તઝા અબ્બાસીની ધરપકડ કરવામાં આવી હતી.
કલમ 121 હેઠળ મૃત્યુદંડની સજા
સજાની જાહેરાત પછી એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 121 હેઠળ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. પોલીસ કર્મચારી પર હુમલો કરવા બદલ આરોપીને કલમ 307 હેઠળ આજીવન કેદની સજા પણ કરવામાં આવી હતી.