મુંબઈઃ મહાનગરપાલિકાએ પાણીવેરાના દરમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. સતત વધી રહેલી મોંઘવારી સામે ઝઝૂમી રહેલી શહેરની સામાન્ય જનતાને વોટર ચાર્જિસના દરમાં વધારાની નવી મુસીબત સહન કરવી પડશે. મહાનગરપાલિકાએ આવતીકાલથી જ પાણી વેરામાં વધારો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. એ માટે પ્રશાસનની મંજૂરી મળી ગઈ છે. મુંબઈગરાઓ પર 7.12 ટકાનો પાણીવેરો વધારો લાગુ થશે.
કોરોનાવાઈરસ મહામારીના કાળમાં મુંબઈ મહાપાલિકાની તિજોરીનું તળીયું આવી ગયું હતું. આર્થિક સ્થિતિને સુધારવા માટે મહાપાલિકા વહીવટીતંત્રએ પાણી વેરા દરમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. આ પહેલાં છેક 2012માં મહાપાલિકાએ વોટર ચાર્જિસમાં 8 ટકાનો વધારો કર્યો હતો.