બજેટ વિશેષઃ કેન્દ્રીય બજેટ-2021 અંગે નિષ્ણાતોનાં પ્રતિભાવ

‘પામતેલની ઇફેકટીવ ડયુટી સાડા પાંચ ટકા વધતાં દેશના રાયડાના ખેડૂતોને ફાયદો થશે’

ડો.બી.વી. મહેતા (એક્ઝિકયુટિવ ડાયરેક્ટ, સી (સોલ્વન્ટ એક્સટ્રેકટર્સ એસોસીશન ઓફ ઇન્ડિયા)

કેન્દ્રીય બજેટમાં ક્રુડ પામતેલની, સોયાડીગમ અને ક્રુડ સનફલાવર ઓઇલની ઇમ્પોર્ટ ડયુટી ૧૫ ટકા કરવામાં આવી છે જેમાં ક્રુડ પામતેલની ઇમ્પોર્ટ ડયુટી પર ૧૭.૫ ટકા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ડયુટી અને ૧૦ ટકા સેસ ગણતાં ઇફેકટીવ ઇમ્પોર્ટ ડયુટી ૩૫.૭૫ ટકા થશે જે અગાઉ ૩૦.૨૫ ટકા હતી, આમ હવે ક્રુડ પામતેલની ઇમ્પોર્ટ ડયુટી ૫.૫૦ ટકા વધશે જ્યારે સોયાડીગમ અને ક્રુડ સનફલાવર ઓઇલ ઇમ્પોર્ટ પર ૧૫ ટકા ડયુટી ઉપરાંત ૨૦ ટકા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ડયુટી અને ૧૦ ટકા સેસ ગણતાં ઇફેકટીવ ડયુટી ૩૮.૫૦ ટકા થશે જે અગાઉ પણ આટલી જ હતી. સરકાર દ્વારા કરાયેલા ડયુટીના ફેરફારને કારણે અગાઉ ક્રુડ પામતેલની ઇમ્પોર્ટને એડવાન્ટેજ મળતાં હતા તે બંધ થઇ ગયા જેને કારણે ક્રુડ પામતેલની ઇમ્પોર્ટ ઘટશે ઉપરાંત દેશમાં રાયડાનો નવો ક્રોપ તૈયાર થયો છે અને નવી આવક હવે એક થી બે સપ્તાહમાં ચાલુ થશે ત્યારે ક્રુડ પામતેલની ઇમ્પોર્ટ ડયુટીમાં સાડા પાંચ ટકાનો વધારો થતાં રાયડાના ખેડૂતોને ફાયદો થશે. ભારતમાં ખાદ્યતેલોની ઇમ્પોર્ટમાં પામતેલનો હિસ્સો ૬૦ ટકા હોઇ તેની ઇમ્પોર્ટ ડયુટી વધતાં ઇમ્પોર્ટને થોડી બ્રેક લાગશે.