સ્થાનિક-ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપમાં વંશવાદ નહીં ચાલે

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની પસંદગીના નિયમો બદલ્યા છે અને આકરા નિર્ણય લીધા છે.  ભાજપપ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભૂતપૂર્વ ધારાસભ્યને ટિકિટ નહિ મળે. આ ઉપરાંત કોઈ પણ ઉમેદવારને વોર્ડ બદલવા માટે પણ મંજૂરી નહિ મળે અને જે વ્યક્તિની ઉંમર 55 વર્ષથી વધુ હશે, તે વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નથી. ભાજપના આ માપદંડોને લઇને ઘણા ઉમેદવારોની ટિકિટ આ વખતે કપાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે.

તેમણે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની ત્રણ ટર્મ પૂરી થઈ ગઈ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં. ભાજપની રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમ જ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. તમામ સાથે ચર્ચા-વિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે અને ચોથી ફેબ્રુઆરીએ ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. ભાજપ આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય તેવી શક્યતા છે.
અમદાવાદના ભાજપના ઉમેદવાર નક્કી થાય એ પહેલાં મેયરપદ માટે દોડાદોડ શરૂ થઈ છે. શહેરમાં ભાજપ ચૂંટણી જીતશે તેવા આશાવાદ સાથે જ મેયર માટે આનંદીબહેન પટેલ અને અમિત શાહ જૂથના ઉમેદવારોના દાવપેચ શરૂ થઈ ગયા છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]