ગોરેગાંવ, અંધેરીમાં આગના બનાવ; સદ્દભાગ્યે કોઈને ઈજા નથી

મુંબઈઃ શહેરમાં આજે આગના બે બનાવ નોંધાયા છે. ગોરેગામ (પશ્ચિમ)ના બાંગુર નગર ખાતે એક ફિલ્મ સ્ટુડિયોમાં આગ લાગી હતી જ્યારે અંધેરી (પશ્ચિમ)માં લક્ષ્મી પ્લાઝા ઈન્ડસ્ટ્રિયલ કોમ્પલેક્સમાં આગ લાગી હતી.

સદ્દભાગ્યે બંને સ્થળે આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. લક્ષ્મી પ્લાઝા મકાનના છઠ્ઠા માળ પર આજે સવારે 11 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. તેને બુઝાવવા પાંચ ફાયર એન્જિન્સ સાથે અગ્નિશામક દળના જવાનો પહોંચી ગયા હતા. ગોરેગાંવમાં, સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. તેને બુઝાવવા 10 બંબાઓ સાથે ફાયરજવાનો પહોંચી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]