પેટ્રોલનો ભાવ આસમાને; આદિત્ય ઠાકરેએ પણ પીએમ મોદીને ટોણો માર્યો

મુંબઈ – રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને મહાનગર મુંબઈમાં પેટ્રોલના ભાવ દેશમાં સૌથી ઊંચા છે. દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. 76.57 છે તો મુંબઈમાં એનાથી વધારે, રૂ. 84.40 છે.

આ ભાવ ઓલ-ટાઈમ હાઈ થયો છે અને એણે 2013ના વર્ષના ભાવના લેવલને સ્પર્શ કર્યો છે. એ વખતે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર અનુક્રમે રૂ. 76.24 અને રૂ. 84.07 હતો.

પેટ્રોલના આસમાને પહોંચી ગયેલા ભાવને કારણે મોદી સરકારની ટીકા કરવામાં હવે યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે પણ ઝૂકાવી દીધું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ટિપ્પણી કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નિશાન બનાવી છે.

આદિત્ય ઠાકરેએ એક ટ્વીટમાં 2014ની સાલના ચૂંટણી પ્રચાર વખતે કરાયેલી ઘોષણાની યાદ તાજી કરાવીને નવો નારો આપ્યો છે… બહુત હુઈ મહંગાઈ કી માર… અબ કી બાર… વધુ જાણવા માટે એમણે કરેલું ટ્વિટ વાંચો.

એમણે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલના ભાવ વધી ગયા છે. કદાચ ડિસેંબરમાં ફરી ચૂંટણી માટે ભાવ ઘટાડવામાં આવશે, પણ ભારતીય જનતાને આપેલું વચન કેન્દ્ર સરકાર કેમ પૂરું કરી શકતી નથી?

httpss://twitter.com/AUThackeray/status/998430748280545280