પ્રાજક્તા કોલી, રોહિત સરાફ, રણવિજય સિંહ ‘મીઠીબાઈ ક્ષિતિજ’ની મુલાકાતે

મુંબઈઃ નેટફ્લિક્સ પરના હિન્દી ટીવી શૉ ‘મિસમેચ્ડ સીઝન 2’ના પ્રચારાર્થે તેનાં કલાકારો – પ્રાજક્તા કોલી, રોહિત સરાફ અને રણવિજય સિંહ હાલમાં જ ‘મીઠીબાઈ ક્ષિતિજ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ‘મીઠીબાઈ ક્ષિતિજ’ અહીં વિલે પારલે (વેસ્ટ)ની મીઠીબાઈ કોલેજ ખાતે યોજાતો આંતર-કોલેજ સાંસ્કૃતિક કાર્યક્રમ છે.

એમને મળીને કોલેજનાં વિદ્યાર્થીઓ બેહદ ખુશ થઈ ગયાં હતાં. વિદ્યાર્થીઓએ કલાકારોને આવકાર્યા હતા અને એમની સાથે ફોટા પડાવ્યા હતા, એમનાં ઓટોગ્રાફ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન મોજીલાં સવાલ-જવાબની આપ-લે પણ થઈ હતી.

રોહિત સરાફને એક ચાહકે હાથે બનાવેલું ચિત્ર ભેટમાં આપ્યું હતું, જે જોઈને કલાકાર રોહિત અવાક્ થઈ ગયો હતો.

રણવિજય અને પ્રાજક્તાએ કહ્યું કે કોરોના-લોકડાઉન બાદ આ કોલેજ મહોત્સવમાં ફરી આવ્યાનો એમને બહુ આનંદ થયો છે.

‘મીઠીબાઈ ક્ષિતિજ’ ફેસ્ટિવલની સ્થાપના 2007માં કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]