મહાનગરપાલિકાએ શાળાઓ ફરી શરૂ કરવાનું મોકૂફ રાખ્યું

મુંબઈઃ કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ફેલાવાને કારણે ગભરાટ ઊભો થયો હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં શાળાઓ ફરી શરૂ કરવાનું મોકૂફ રાખ્યું છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે મુંબઈમાં 1-7 ધોરણોનાં વર્ગો માટે શાળાઓ 1 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે, પણ હવે શાળાઓ 15મી ડિસેમ્બરથી શરૂ કરાશે. એક નિવેદનમાં મહાનગરપાલિકાએ આ જાહેરાત કરી છે.

પાલિકાતંત્રની આ જાહેરાતથી શહેરનાં માતાપિતાઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ઓમિક્રોનના ફેલાવાના સમાચારોથી તેઓ એમનાં સંતાનો વિશે ચિંતામાં પડી ગયાં હતાં.