10 લાખ બેન્ક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર

મુંબઈ – દેશભરમાં જાહેર ક્ષેત્રની બેન્કોના 10 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ પગાર વધારાની માગણી પર આજથી બે દિવસ માટે હડતાળ પર છે.

કર્મચારીઓ અને અધિકારીઓને એમના પગારમાં બે ટકાનો કરાયેલો વધારો ઓછો લાગે છે. એમનો દાવો છે કે બેન્કોએ કરેલી આર્થિક ખોટ માટે કર્મચારીઓ જવાબદાર નથી.

સરકાર સંચાલિત 21 બેન્કોના કર્મચારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ હડતાળ પર રહેશે. એમની હડતાળને કારણે બેન્કિંગ કામકાજ ઠપ રહેશે.

હડતાળનું એલાન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા આપવામાં આવ્યું છે.