મુંબઈઃ શહેરમાં હાલ શિયાળાની મોસમ પરાકાષ્ઠાએ પહોંચી છે. ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી છે. ગયા રવિવારનો દિવસ ન્યૂનતમ 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે મોસમનો સૌથી ઠંડો રહ્યો હતો. ઉષ્ણતામાનનો પારો વધુ નીચે જવાની સાથે મુંબઈમાં હવાની ગુણવત્તા બગડે છે. ગઈ કાલે સોમવારે શહેરમાં હવાના પ્રદૂષણનું જે સ્તર હતું એ દિલ્હીના સ્તર કરતાં પણ વધારે ખરાબ હતું. ગાઢ ધુમ્મસને કારણે દ્રષ્ટિગોચરતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. આજે સવારે તો શહેરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) 306 નોંધાયો હતો, જે ‘અત્યંત ખરાબ’ કહેવાય. 0-100નો AQI હોય તો હવાની ગુણવત્તા સારી કહેવાય, 100-200 હોય તો મધ્યમ કહેવાય, 200-300 હોય તો ખરાબ કહેવાય, 300-400 હોય તો અત્યંત ખરાબ કહેવાય અને 400-500 કે તેનાથી વધારે હોય તો ગંભીર કહેવાય.
મુંબઈના જુદા જુદા વિસ્તારોનો AQI:
કોલાબા – 276 AQI ખરાબ
મઝગાંવ – 341 AQI અત્યંત ખરાબ
વરલી – 166 AQI મધ્યમ
સાયન – 259 AQI ખરાબ
થાણે – 189 AQI મધ્યમ
નવી મુંબઈ – 352 AQI અત્યંત ખરાબ