મુંબઈ એરપોર્ટ સતત પાંચમા-વર્ષે શ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત

મુંબઈઃ એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) સંસ્થાએ વિશ્વ સ્તરે હાથ ધરેલા એરપોર્ટ સર્વિસ ક્વાલિટી (એસીક્યૂ) સર્વેક્ષણમાં મુંબઈ એરપોર્ટે સતત પાંચમા વર્ષે શ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ મેળવ્યું છે.

વિમાન પ્રવાસીઓ માટે સેલ્ફ-સર્વિસના સમાન ઉપયોગ માટેના કિઓસ્કથી લઈને ચેક-ઈનન અને બેગેજ ટેગ તૈયાર કરવા, સેલ્ફ-બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ, તેમજ પ્રવાસીઓને સિક્યુરિટી ચેક માટે આગળ વધવા પહેલાં એમનાં બોર્ડિંગ પાસ સ્કેન કરાવવા માટેના ઈ-ગેટ્સ જેવી કામગીરીઓ અને સેવાઓને ધ્યાનમાં રાખીને તેમજ ગુણવત્તાસભર સેવા માટે પ્રતિબદ્ધતાને આધારે એરપોર્ટ્સને શ્રેષ્ઠતાના રેટિંગ્સ અપાય છે.