અબુ ધાબી/કેપ ટાઉન/મુંબઈ, 2 ડિસેમ્બર 2022: એમઆઇ ગ્લોબલે આજે એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉન માટે કેપ્ટન્સની જાહેરાત કરી છે. કેરોન પોલાર્ડ અને રાશિદ ખાન અનુક્રમે એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉનની ટીમનું સુકાન સંભાળશે.
મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા અને યુએઇની ટી20 ક્રિકેટ લીગમાં ટીમોના પદાર્પણ સાથે વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ ‘વન ફેમિલી’ના નવા સભ્યો એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉન જાન્યુઆરી 2023માં તેમની પહેલી સિઝનમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. બંને ટીમો પાસે ક્રિકેટ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ છે અને જેણે મુંબઈ ઈન્ડિયન્સને વૈશ્વિક ક્રિકેટમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક બનવામાં મદદ કરી છે એવા એમઆઇના નૈતિક ધોરણો અને ફોકસને આગળ વધારવા પર ધ્યાન આપશે.
આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “ક્રિકેટિંગ સિઝન 2023 માટે અમારા વિસ્તૃત એમઆઇ ગ્લોબલ વન ફેમિલી માટે અમારા કેપ્ટન્સની જાહેરાત કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. અમારા બંને કેપ્ટનોમાં પ્રતિભા, અનુભવ અને જુસ્સાનું અદભૂત સંયોજન છે. મને ખાતરી છે કે પોલી અને રાશિદ ક્રિકેટ માટેના એમઆઇના નૈતિક ગુણો અને એમઆઇ બ્રાન્ડને આગળ વધારશે. બંને એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉનમાં એમઆઇની ભાવના પ્રેરિત કરવા અને યુએઇ તથા દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ ચાહકોના દિલ જીતવા અમારી ઉત્તમ કોચિંગ ટીમો સાથે કામ કરશે.”
– કેરોન પોલાર્ડની આગેવાની હેઠળની એમઆઇ એમિરેટ્સની ટીમમાં ડ્વેઇન બ્રાવો, નિકોલસ પૂરન, ટ્રેન્ટ બોલ્ટ અને ઇમરાન તાહિર સહિત વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ પ્રતિભાઓ છે, જે 13 જાન્યુઆરી 2023થી શરૂ થનારી ILT20માં ડેબ્યૂ કરશે.
– રાશિદ ખાનની આગેવાની હેઠળ એમઆઇ કેપટાઉનમાં જોફ્રા આર્ચર, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન સાથે કાગીસો રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાસી વાન ડેર ડ્યુસેનનો પ્રતિભાશાળી સ્થાનિક દક્ષિણ આફ્રિકન ખેલાડીઓનો સમાવેશ થાય છે. એસએ20 સિઝન 10મી જાન્યુઆરી 2023ના રોજ શરૂ થશે, જેમાં રમવા એમઆઇ કેપટાઉન સજ્જ છે.