‘15-દિવસમાં બનાવો અખંડ-ભારત’: સંજય રાઉતનો ભાગવતને કટાક્ષ

મુંબઈઃ શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતને આજે પડકાર ફેંક્યો હતો કે, ‘તમે 15 વર્ષમાં નહીં, પણ 15 દિવસમાં અખંડ ભારત બનાવીને દેખાડો.’

એએનઆઈ સમાચાર સંસ્થાએ તેના એક અહેવાલમાં સંજય રાઉતને મોહન ભાગવતને એવું મહેણું મારતા ટાંક્યા છે કે, ‘પહેલા POKને ભારતમાં સામેલ કરો અને પછી પાકિસ્તાન, શ્રીલંકા તથા અન્ય દેશો સાથે અખંડ ભારત બનાવજો. તમને કોઈ રોકતું નથી. પણ આ કામ 15 દિવસમાં કરવાનું વચન આપો, 15 વર્ષમાં નહીં.’