મહારાષ્ટ્ર ‘એટીસી’ અધિકારીઓએ બોઈસરમાંથી 12 બાંગ્લાદેશીઓને પકડ્યા

મુંબઈ – મહારાષ્ટ્ર પોલીસના પાલઘર જિલ્લાના એન્ટી-ટેરરિઝમ સેલ (ATC)ના અધિકારીઓએ મુંબઈ નજીકના આ જિલ્લામાંથી 12 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. શંકાસ્પદ ત્રાસવાદી તત્ત્વોને પકડવા માટે પોલીસ વિભાગે એન્ટી-ટેરરિઝમ સેલ નામે વિશેષ વિભાગની રચના કરી છે.

આ 12 જણમાં 9 મહિલાઓ છે.

આ તમામ લોકો કાયદેસર દસ્તાવેજો વિના ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

તમામની બોઈસર શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે.

 

બોઈસરની નજીકમાં જ તારાપુર અણુ ઊર્જા મથક આવેલું છે તેથી બોઈસરમાં આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઘૂસી ગયા એ મુદ્દે સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે.

આ બાંગ્લાદેશીઓ પાસેથી 10 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

બોઈસર વિસ્તારમાં આ ઉપરાંત હજી વધુ ગેરકાયદેસર વિદેશીઓ રહે છે કે કેમ એની પોલીસ તપાસ કરી રહી છે.

ધરપકડ કરાયેલી વ્યક્તિઓ 24-50 વર્ષની વયની છે.

ગયા અઠવાડિયે પણ પાલઘરમાંથી પોલીસે સાત બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા હતા.